Tuesday, 22 September 2015

Garasni ni vir gatha

રયો રયો બાલુડા કૂખે હેમખેમે જી રે
     લોહી સિંચાયા છે બહુ જતને જી રે
ભીડ આકરી જંગલની સૂની વાટે જી રે
     કરવા રખોપા નાર તો અબળા જી રે
પિયરની વાટને જાગ્યા સોણલા જી રે
     ગાભિણી નાર એ જ મોટી વાત જી રે
હેતે ખોળો ભર્યો સાસરિયાએ હોંશે જી રે
     પિયર જવાના કોડ  પણ  જાગ્યા જી રે
સાસરિયાએ ભળાવ્યા સારા વળાવીયા જી રે
      વિતશે રાત અભય એમ જાણજો જી રે
ગફલતે વળાવિયા રિયા ઊંઘતા જી રે
      લુંટવા આવ્યા છે ભાયડા વિકરાળ જી રે
સોણી લાડી કરે છે ઝર ની ચિંતા જી રે
      ત્રાટકી એ પણ બની રણચંડી જી રે
કર્યા હિંમતે સહુ ડાકુને તો હલાલ જી રે
      કેડે કછોટા ર ખોપાના બાંધ્યાં જી રે
આપ્યો ડાકુઓને મોતનો પરચો જી રે
      છતાં બચાવ્યા બાળને કૂખમાં જી રે
ડાકુ ભાગ્યા બચ્યા એ થયા સગેવગે જી રે
     ગરાસણી ( નાર ) સાચવે બાળ વધી હિંમતે જી રે
વિપદ તો આવીતી બહુ આકરી જી રે
     નારી બિરદાવીએ તારી બહાદુરી જી રે
ભડ ભાંગી જાય ત્યાં ગરાસણી નીવડી જી રે
     રજવાડી રંગ ને આદી જોમ ઝળક્યા જી રે
મા ના રૂપે નારી તું બહુ બળવાળી જી રે
     કરે પ્રણામ એ સહુ મહા માતૃકાને જી રે ......

No comments:

Post a Comment