Tuesday, 22 September 2015

Saru lagshe

બધાં જોડે તો હસી લઈશ પણ.....

મારા આંસુને હથેળીએ તું ઝીલીશ  
         તો સારું લાગશે ...

સ્મિત સાથે જ ફરું છું હું નિશદિન
આંખોની ભીનાશ તું ઓળખીશ
તો સારું લાગશે ....

આનંદ મને આવડે છે સહુ સાથે
ગમગીનીને તું ખાળી આપીશ
તો સારું લાગશે ....

સંબંધનો દાવો સહુ કરીને મળશે
વગર દાવે તું ઓળખાણ પાળીશ
તો સારું લાગશે .....
                અર્ચિતા દીપક

No comments:

Post a Comment