Tuesday, 22 September 2015

Dvarkadhish radhane

રાધાગૌરી તમે શોધો વ્રજમાં મને તો
હું ઝંખું છું દ્વારકાધીશ થઈને ય તમને

તમને બેસાડી દીધાં આંખોની પાંપણે
ને એ પછી કરું છું દ્રષ્ટિના દાન સહુને

હિરે જડ્યા હાર થઈ વસો છો તમે હૈયે
નામ દીધા હરિ ને ધબકાર રાધા સુણે

કરી લીલા અવતારે ,મોહનને મન રાધે
રાજપાટ થી જુઓ કહાનના હેવા ન છૂટે

શ્યામ શ્યામ કહી કોઈ ઘેલી રાતે આંસુને
વહાવ્યા ,તે આભે તારલા બની ઝગમગે

પાયલની સેર રઝળી છૂટી પડીને વગડે
કાનાને પલ પલ હોંકારો દઈને છે રણકે
                   અર્ચિતા દીપક

No comments:

Post a Comment