Thursday, 9 February 2017

જીવન પ્રવાહમાં

જીવન  પ્રવાહમાં!

છીએ  સમજમાં ને પૂરા વર્તમાનમાં
પણ વર્ત્યા વીતી ગયાના પ્રભાવમાં

આખરી ઈચ્છા તો નક્કી છે મનમાં
જિંદગી તેથી વધી રહી છે અમનમાં

ક્ષણોનો કાફલો ને કોઇ ધૂન સંગતમાં
જીવ્યા નો ભાર નથી જરાય હ્રદયમાં

લાગણીએ ઊંઝાયા તો રહ્યા ખોટમાં
પણ સંતોષ કે છીએ ગળાડૂબ પ્રેમમાં

ઈચ્છાઓને નથી રહેવું હોતું શિસ્તમાં
પણ ઈશ્વર તો સુધારે સહુને સબકમાં

જીવનનાં હર ગમ દફનની વેતરણમાં
મીઠાશ અને મોજ જો સદા રે' મનમાં
                       અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment