કોક દિ કાના એ વિહ્વળ થઇ શોધ્યું હશે...
રાધા તારી પ્રીત ની બાંસુરી નું ગાન ...
ઘેલો પમરાટ થયો હશે કદંબને ડાળ ...
જેમ રાધા ઝૂરતી લેતીતી કાના નું નામ ...
યુદ્ધના શંખ ન થંભ્યાં ત્યાં સુણવા રાવ ...
રાધાગૌરી કેમ ઝીલ્યાં તમે આકરા ઘાવ ...
મને પૂછો તો કહું શ્વાસે શ્વાસે સર્જન એનું ...
ઉગે છે દિલમાં વહે તું ,નહિ લોહી મારું ...
કાના કેમે સમજાવું કે નથી ગઠન ઢીલું ...
જીવતે જ્યોતિ ભળી મારી તું થી ન કઈ બીજું ...
અહી આંખ રડે તો જાણું કાનાજીનું હૈયું વીલું ...
સ્મરણ દિલે ચાલુ રહે કાનાજી તમે રીઝવેલું ...
No comments:
Post a Comment