Thursday, 9 February 2017

બેઅદબી

બેઅસર કેમ છે દર્દ કે ખુશી?

તું નથી તો ખામોશ છે જિંદગી!

બેઆબરુ થઈ છે લાગણી,

બિનવ્યવહારી એની માંગણી

બેખબર  છે રિવાજો અહીં,

કત્લેઆમ ખુદ કરે છે મનમોજની

બેઅદબ માંગ, કહું છું જવાબ દઇ

ચાંદ સુધી કોઈ રાહદારીમાર્ગ નથી

બેવફાઈ ને કુર્નીશ સાથે ક્યાંથી?

આંખ ને દિલમાં વાત જૂદી આણી

બેદિલી આલમમાં બધે છવાઈ

લોહીને બદલે ઈંધણ રહ્યા છે પૂરાઈ

બેઈન્તેહા ચાહતથી  ડરૂં છું, સાથી

ખુદને ભૂલી ન જઉં હું બસ મૂળથી.

                          અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment