રહે વહેણમાં
કોશેટો બની કેમ રૂંધે શ્વાસને બંધનમાં?
વહેવા દે ઈચ્છાને, લાગણીના વહેણમાં
દરિયો થઈ ઘૂઘવે છે પીડા, સાવ મફતમાં
કેટલી લાગણી લાંગરી દીધી આ મનમાં?
ભારે કરી શ્ચાસ ડૂબાડી દે છે, દરિયામાં
હળવાશ લેવા હું બેદમ તરી લઉં લહેરમાં
સાદ તારા સુધી છેક પહોંચ્યો'તો ભીડમાં
એટલે તો થયું કે છીએ આપણે પ્રણયમાં
કઇ વાત બાકી છે હવે સરેઆમ ચર્ચામાં
કોઈ હકીકત સર્જાય છે, રહેવા ક્વનમાં
ઉત્તર તને આપી દઉં એક બીજા સવાલમાં
ધીરજ ધરી તું વાર્તાલાપ રોક હવે પ્રશ્નોમાં
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment