ખરી ઓળખાણ
ઓળખી રહી છું હું મને ખુદને, મારા અસ્તિત્વથી
લાગી અધૂરી ઓળખાણ પણ પ્રથાની અજમાયશથી
લાગે મને મારાં અતિવહાલાં નિભાવું હર ઉસુલથી
ને વળતર મળ્યાં ખુદને તો ય એનાં પૂરાં ગણતરીથી
મનને હું વારું, કે હરખાવું છે ખાતાવહી નસીબથી
તંત કોઇ નથી રાખતી ઈશ્વરની કોઈ એનાયતથી
મને ખુદને હું ચાહું બેહદ,છે જિંદગી એ માંગણીથી
રહું ખુશ ,હું તો આપું અન્યને સોગાદ ખુશીથી
આપે કસોટી ઇશ્વર તો નથી ડર કોઇ પરિસ્થિતિથી
કપરી સ્થિતિ જ મળાવે છે ખુદને ખરી ઓળખાણથી
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment