આંગણ ઓળંગી ઉડશે દીકરી
મૂકી યાદ અને કંકુના થાપા
અવસર રૂડો, થજો તમે સાક્ષી
આ તો નદી વહી, મળવા દરિયા
*******************************
કંકુ પગલાં લઈ ચાલશે પગલી ની પાડનાર અમારી,
અમારાં હેત ને તમારાં આશિષ સાથ લઈ ઉડનારી,
પ્રસંગ પવિત્ર અમારે આંગણ રહ્યો છે આવી,
ભાવથી વિનવું પધારીને, શોભા વધારશો એ દિન અમારી.
*******************************
હર્ષથી સાજિંદા સંગત કરશે
સંવેદના ના સાથિયા ખીલશે
પ્રેમે આશિષ લઈ આપ સહુના
લાડકી હવે સાસરવાટ વળાવશે
*******************************
રૂમઝૂમતી ઋજુ લાડલી કરીને સૌભાગ્ય શણગાર
નવયૌવના કરશે કંકુ પગલાં ને દાંપત્યનો સ્વીકાર
મંગળ પ્રસંગ આવ્યો પ્રત્યક્ષ મળવાનો તહેવાર
અવસરે આવી આપજો યુગલને આશિષ અપાર
No comments:
Post a Comment