લિબાસ
જિંદગી તનને એક લિબાસ આપે છે,
કરચલી રૂપે એ પહેરવેશ આપે છે.
આંસુને મહત્તા એમ જ નથી મળી
દર્દનાં ઝાંકળની એ ભીની વાચા આપે છે.
મળવાની ઉત્કંઠાનું માપ ભલે હોય મોટું
દૂર કિનારા મરજાદી માન આપે છે.
એક ફૂલ ઉગ્યાને વસંત કેમ કહેવાય?
મ્હોર્યા બાગ ઋતુને અદકું માન આપે છે.
એક પછી એક મુલાકાત ટાળે છે જો એ
એમને જિંદગી પણ જાણે ખો આપે છે.
માની લીધું કે મારામાં છે એ અપ્રગટ
એ વાત હૈયાને શીળો આરામ આપે છે
કંઈ આપે કે ભલે ન આપે પ્રેમ એમનો
પણ દશા અમને કોઈ ખાસ આપે છે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment