Monday, 28 December 2015

Mitr ne

ઓળખાણમાં ,તું મિત્ર બનીને આવ
સોહામણો સથવારો થઈને, તું આવ


બોલું હું , તું ત્યાં શબ્દ થઈને આવ

પ્રવૃતિમાં ,તું વિચાર બનીને આવ

મીંચું આંખ તો સ્વપ્ન બનીને આવ

ઉગે સાંજ ત્યાં મહેફિલ થઈને આવ


આપાત્કાલે તો તું શ્વાસ થઈને આવ


સમજ માં હજુ ઉતારું છું એ લગાવ

             અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment