Monday, 28 December 2015

Pavan ghadi

વાત એક જાણીતી હવે એ સુવાસ બનીને આવી છે ...

દીકરીની પરણવાની પાવન ઘડી આવી છે ...

હૈયું હરખે એવી જીંદગી શણગાર થઈને આવી છે ...

વાસંતી વાયરાથી માજનની  વાત રૂડી આવી છે ...

છે અનમોલ સંબંધી ઘડી સોગાદ થઇ આવી છે ...

તોરણ થઇ ઝળુંબે સ્વપ્ન એવી મીઠી વાત માંડી છે ...

શરણાઈ ઢળે હર ગૂંજ માં અનોખા સાઝ લઇ આવી છે ...

મહેંદી નો રંગ લઇ દીકરી નવા સંધાન લઇ જાગી છે ...

No comments:

Post a Comment