એક છોરીને પાણીપુરીની હોંશ એટલે
એક છોરો ત્યાંથી રોજ નીકળે એટલે
તીખો, ખાટો, મીઠો રસ પાણીપુરીમાં
આવો છોરો ન મળે આખી ખડકીમાં
ઉતાવળ હોય એને કે મુકામે પહોંચું
મા ત્યારે જ બૂમ મારે, 'પોતું કરી દીધું?'
કહેવાય કેમ કે, એને તો જવું જોશે
નહીંતો પછી પાણીપુરી ફીક્કી લાગશે
છોરાની નજર તો લાગે તીખું પાણી
છોરો હસ્યો , તો ઉમેરાવે મીઠી ચટણી
એ કરે પાર્ક બાઈક પાસે, નહિવત દૂરી
ત્યારે 'પચાક' ફૂટે છે મોંમાં પાણીપુરી
જો જોઈને પાછળ, કીક મારે બાઈકની
આ સફળ છે દોડાદોડ ભલે રોજેરોજની
ઝુલ્ફ ઊડાડી, સીટી મારી,આપે જો રાઉઝ
નક્કી કરે છોરી રોજ 'પાણીપુરી ખાઉ જ'
એક છોરીને પાણીપુરીની...
No comments:
Post a Comment