મને ખબર છે!
મને ખબર છે!
હું છેતરાઉ છું
કારણ,
હું પ્રેમમાં છું
લાગણીના પડળો
મને અંધ કરી રહ્યા છે!
હું, મને
ગાંધારીમાં
રુપાંતરિત કરી રહી છું
પ્રેમમાં ગળાડૂબ
અવસ્થા,
એ જ
જીવન છે
મારા માટે!
સ્વર્ગ છે મારા માટે!
એટલે જ
હું જ
પસંદ કરું છું
મારે શું જોવું છે!
અને
દુનિયાનું ખરું રુપ
હું પરાણે
મારાથી
દૂર રાખું છું
દરેક સ્વજન
માટે
હું ગાંધારી જ બની છું....
ઘણું બધું
વણજોયું કરું છું
અને
મારી દુનિયામાં
ખૂબ ખુશ છું!
©અર્ચિતા દીપક
No comments:
Post a Comment