Sunday, 16 May 2021

ગઝલ તરહી

આવતી કાલ માટેનો મત્લા.

ગાલગાગા ગાલગાગા ગાલગા

એમ શ્રધ્ધા ડગમગે તો જાણીએ,
કેન્દ્ર પૃથ્વીનું ખસે તો જાણીએ.

આજ  વીતી  જાય  આશામાં ભલે
કાલ સોનેરી મળે તો જાણીએ.

ઘેરતા'તાં  પ્રશ્ન મોટાં તે છતાં
બાળ જેવું સ્મિત રે' તો જાણીએ 

કોઈ  ના બોલે છતાં  આંખો વડે
અર્થ ઉકેલી શકે તો જાણીએ 

પૂતળાંને જાણ નોતી તે છતાં 
કેમ રોયાં તે કહે તો જાણીએ 

એમની છે ચાલ ડગમગ આજ તો
જો કરી દે  મ્હાત એ તો જાણીએ. 

આજ વીતી કાલ વીતી  પણ હવે
કો' મિલનની પળ ફળે તો જાણીએ.

પળ સફળ  કર ઈલ્મ શોધી લે પછી
છીપમાં મોતી ઉગે તો જાણીએ 

અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment