Monday, 31 May 2021

વાણી

વાણી ઉપર તો ભાવનો પ્રભાવ છે. 
હૈયે હોય તે જીભે ચડે સ્વભાવ છે. 

ઘસાયા પણ વેણ બોલ્યા અવળા
તો તમે ગુમાવ્યો સ્વજનનો ભાવ છે. 

કવેણ તો કરે કંકાસ આપસમાં વળી
આવેશથી દિલમાં લાગી જાય ઘાવ છે. 

પ્રેમ છે, ક્રોધ કરે, દિલમાં ન સમતા ધરે
કહીએ કેમ આ અગનની સામે રાવ છે. 

કડવું બોલવું એથી રૂડું કે બસ, ન બોલવું, 
ઉચ્ચતમ તો જગમાં મનનો હાવભાવ છે. 
©અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment