વ્યથા
એને બીજું કંઈ ન કહેશો,
ઓળખાતી નથી
પણ
અનુભવાય છે,
એ વ્યથા છે.
આંખમાં અમી ઘોળાય
જેને
મળે ના પ્રતિસાદ તો,
હ્રદયને ઘેરી વળે કંઈક
એ વ્યથા છે.
હૈયાનો ઉમંગ
ગજવાં
ક્યારેક ન સમજે
કપાળે કરચલી ઉપસે
એ વ્યથા છે.
શ્વાસ ભરતા રહીએ
પણ
ઉત્સાહ સીંચાય નહીં
તો, ચાલ જરા ધીમી પડે
એ વ્યથા છે.
જોઈએ જો આકાશ
ને પાંખો ન મળે
ઊંચે જોતી
કોરી આંખ
એ વ્યથા છે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment