Monday, 17 May 2021

ગાલગાગા ગાલગાગા ગાલગા

તો જાણીએ... 

બોલ સાચા એ કહે તો જાણીએ
સામનો સાચો કરે તો જાણીએ. 

વાયદા તો જીતના એણે કર્યા 
લાગણી રાખી શકે તો જાણીએ. 

શોધતા જો ના મળે નક્કી હવે
ઈશ સામેથી મળે તો જાણીએ. 

છોડ પરવા જો ગણે છે પારકા
અંતરંગી  જો બને તો જાણીએ. 

છે ઉદાસી એક આદત એમની
સાચવણ દિલની કરે તો જાણીએ. 
અર્ચિતા દીપક પંડ્યા 



No comments:

Post a Comment