વચનની વાત છે આવો તો સારું
મિલનની રાત છે આવો તો સારું
છે અંતર ઓરડો અત્તર સુગંધિત
સમર્પિત જાત છે આવો તો સારું
મને ભૂલ્યા તમે મઝધારે લાવી
ને હિંમત મ્હાત છે આવો તો સારું
નથી વાડા નથી બંધન પ્રણયમાં
કથા વિખ્યાત છે આવો તો સારું
હું આંસુને નહીં ખાળી શકું જો
કે જળની ઘાત છે આવો તો સારું
વિરહની આગમાં શેકાઈ હૈયે
ઉઠી કો' ભાત છે આવો તો સારું
હવે સમજો તો મળવાને સનમજી
બહાના સાત છે આવો તો સારું.
લગાગાગા લગાગાગા લગાગા
No comments:
Post a Comment