બેરંગી તો યે ફાલે જીવન પરપોટો
જાણે ક્યારે એ ફાટે જીવન પરપોટો
સંસારે ભટકી ભટકી ભૂલ્યો છું
રસ્તા
જો ને ગર્વીલો ટાળે છે જીવન પરપોટો
જન્મ્યાં તો મૃત્યુ શાશ્વત માનો એ ધારો
સૌ માટે ગોળાકારે જીવન પરપોટો
મૂલ્યો છોડીને જીવ્યાં તો આપે પરચો
ચેતો, એ સૌ ને ડારે જીવન પરપોટો
રડતાં રે'શો તો રે' શો હંમેશા રડતાં
હસતાં રો' તો એ તારે જીવન પરપોટો.
©અર્ચિતા દીપક પંડ્યા
ગા×12
No comments:
Post a Comment