જણાવીને હકીકત આજ છોડાવ્યા તમારા સમ
ગુનેગારી વિના યે ઘા મેં છોલાવ્યા તમારા સમ
બગીચે પુષ્પ ખીલે છોડની શોભા બની ઊગે
ગુણો દિલમાં અમે દિલચશ્પ રોપાવ્યા તમારા સમ
મળે છે ફૂલ સાથે તીક્ષ્ણ કાંટા હર વખત જ્યારે
કરીને ભસ્મ ઈર્ષ્યા શૂળ તોડાવ્યા તમારા સમ
લગાવી આગ જેઓએ ભવનમાં દાઝ રાખીને
લઈ વિશ્વાસમાં ને રાઝ ખોલાવ્યા તમારા સમ
અમે પાછા ન ભૂલીએ કરી તાકીદ એવી કે
કરીને આજ મીઠો સાદ બોલાવ્યાં તમારા સમ
©અર્ચિતા દીપક પંડ્યા
લગાગાગા ×૪
No comments:
Post a Comment