Monday, 12 January 2015

Dikarni vat

શીર્ષક ::::: દીકરી ની વાત :::::
મૂકું માવતરના આંગણને કોરાણે
ભેટ મારા બાળપણની ,સાહેલડી !
યૌવન ઉગે અહીંથી આગળ મારે,
પાંખ ઉગાડી ઉડવું છે, સાહેલડી !
ઝગમગ ઘરેણા સપનાના પહેરે ,
ને અણદીઠ ખેડાણ ખેડવું,સાહેલડી !
ઓતરા ચીતરા ના તાપ વગડે ,
માવતર આશિષની ટાઢક ,સાહેલડી !
આવે તો બસ ,કોઈ સોનેરી સાફે ,
સમજે મારા હૈયાની હોંશ ,સાહેલડી !
નીતરતા સાફ કાચ જેવા હૈયે ને ,
માણીગર પણ ચોખો માંગું ,સાહેલડી !

No comments:

Post a Comment