શીર્ષક :::: દૂતાવાસ ::::
ઘાવ ખોતર્યો કોઈએ મલમની આડમાં
ગુનો નાજુક હતો અહી મીઠી જબાનમાં
લોહી વરસે બુંદ બુંદ સ્નેહના સ્વાંગમાં
અમથી નથી ખારાશ જુઓને મિજાજમાં
વળતરમાં માંગું હું સહજતા હર શ્વાસમાં
સંબંધનો દાવો કરી આપ તું વિશ્વાસમાં
અવળ -વાણી નો દોષ નથી ઇતિહાસમાં
નસીબને હસતું જોયું કાયમ પરિહાસમાં
આળ આપું એમને ક્યાંથી વરસું વહાલમાં
ચીતર્યા નકશા જેમણે કાયમ દૂતાવાસના .
No comments:
Post a Comment