શીર્ષક ::::: રાતનો અંધાર ::::
આભાર અંધારનો કે એ પણ હાજર છે !
પ્રકાશની ગેરહાજરીનો એ અહેસાસ છે !
દિવસ અફરાતફરીનો ને રાત શાંત છે ,
અ-પ્રગટ વાતોનો બેનમૂન ખજાનો છે ,
હોય એકાંતે નિસાસા કે મનની વ્યથા !
કે પછી હોય પીયુ મિલનની આકાન્ક્ષા ,
રાત બધું છાવરે છે ઘેરાં એનાં અંકમાં ,
ભજવે ભાગ એ રચવા બીજી દુનિયા !
ચાંદ -તારાને ચૂપકીથી સમજાવી દે ,
અનર્થને પણ હળવાશથી ચલાવી લે ,
વલોપાત વેઠી મોં -સુઝણુ એતો આપે,
રાત થોડી પણ વેશ ઝાઝા કાઢી આપે !
No comments:
Post a Comment