શીર્ષક ::::: નોતરું ::::::
કૃષ્ણ, તમે આવો તો બેશક રોકું,
બત્રીસ કોઠે દીવા,તહેવાર માણુ
તમે ના'વો તેવું રહે નહિ બહાનું,
જીવતર ઉજાળે તેવું છે આ ટાણું
ચરણરજ જ આપો એ નજરાણું
રોમેરોમનું એવું નવલું હરખાણુ
જીવનમાં ઉત્તમ બને સંભારણું
તમારું જ તો સેવું છું સદા શમણું
ઉતરે રંગ તો બજાવજે તારી વેણુ
ને લાવજે બસ થોડી વ્રજથી વેળુ
પ્રેમમાં વારે વારે તને કેટલું કહેણું ?
ખોજ્યા કરે નયનો ને હસતું દિલડું ! .......
No comments:
Post a Comment