શીર્ષક ::::: પરમને પ્રેમ :::::
અંતરના આરામનું સ્થાન થાય બસ એક રામ !
ભવાટવીમાં ભટકતા ભાઈ,કર તું હવે આરામ !
રાતદિન જોયા નહિ ને તે કર્યા અગણિત કરમ
હરખે કે દુઃખે જીવતા તે તો ભેગા કર્યા છે ભરમ
આવેશ -દ્વેષ -રાગની બધી સીમા થઇ છે ચરમ
કેમ કરીને જાણીશ તું હવે જીવતરના સહુ મરમ
વેગળા કરીને બધા અવનવા ધરતીના બહુ કરમ
અપનાવ સીધી ચાલને ,સોચ,મેળવવા બસ પરમ .
No comments:
Post a Comment