Thursday, 8 January 2015

Ma no nisaso

શીર્ષક ::: માં નો નિસાસો :::
મોસાળ તારું તો રહેઠાણ ખોવાયું ,
ભાષા, તારું તો જાણે ઘર ખોવાયું .
મા માનીને ખોળો હું ઝાલી રાખું ,
તોય બાળકોની નાનીનું રાજ ખોવાયું.
હરખે કોન્વેન્ટ ભણતર અમે આપ્યું ,
આધુનિક માંગ પૂરવા બીડું ઝડપ્યું,
એને હોંશે હોંશે ગર્વભેર અમે પૂરું કર્યું,
માસીને વાલી ને,માને દવલીનું દુઃખ દીધું
મારી સંવેદનાના છોડને સુકવણ લાગ્યું ,
હવે કેમ કરીને નવી પેઢી સુધી પહોંચું ?

No comments:

Post a Comment