શીર્ષક ::::: કસોટી પાર :::::
આંખ કહે ; "રે રે ઓ રૂદિયા !
શાને ખુદને પીડે ?
શાને આવું જલે ?
શાથી તું આવું ખમે ? "
હૃદય કહે ; " તું કેમ આટલી વહે ?
એથી થોડી આગ બૂઝે ?
આંસુ કદી ના ઠારે ,
ઉલટા વધુ મને પીડે !"
આંખ કહે ; " તારો મારો નાતો એવો ,
તને પ્રગટ કરવાનો ,
તું સહે તો સહેવાનો ,
તું માણે તો માણવાનો ."
હૃદય કહે ; " સબર તું થોડું કરે,
ના કોઈ મારા વાદ કરે ,
તું રહે સહજ,એટલું કરે ,
કસોટી ખુદની પાર રહે ! "
No comments:
Post a Comment