Monday, 19 January 2015

Navodha dikarine

શીર્ષક ::::: નવોઢા દીકરીને :::::
રંગ રંગ ઉમેરું લાડલી તારા જીવનમાં
અને સોનેરી કેસરિયો આજે તો હાથમાં .
મહિયરની લાડલીને બધા પ્રેમ ભરણા
હાથમાં ઉગે આશીર્વચન અહી સહુના .
પગની ઝાંઝરી ઝમકે હજૂ ભણકારમાં
દીકરી,વહી ગયા વરસો કયા વહેણમાં ?
ઓરતા પૂરા કરે આ મહેંદી જીવનના
મહેંદી નો રંગ રહે ભલે થોડા દિવસના
આશિષ અંતરથી ઉમેરું મહેંદીના રંગમાં
દીકરીબાઈ હંમેશ રહે સોનાની ઘાઘરીમાં !

No comments:

Post a Comment