Thursday, 15 January 2015

Mahendi velae

શીર્ષક :::::: મહેંદી પ્રસંગે ::::::
વિધાતાની રેખા પર એક મહોર
મારા માવતરની મૂક
છૂટે બાલીશ કાચો રંગ આજથી
પાકો રંગ યૌવનનો મૂક
યાદ કરું જોઇને આશિષ સોનેરી
રંગ એવો મહેંદીનો મૂક
ઝીણેરી મહેંદી રચાય મારા હાથે
પણ મોટેરી આશાઓ મૂક
પાનેતર ઓઢીને જવાનું પરદેશ
હવે પિયરનો સંગાથ મૂક
પણ દૂર ઉડી જતી આ વેળાએ
યાદનો બિસ્તરો તું મૂક
રંગ કદાચ છોડે હાથ કાલે મારો
કાયમી હૂંફની નિશાની મૂક !

No comments:

Post a Comment