Saturday, 31 January 2015

Santanne

       ::::::: સંતાન ને :::::::

     નાની પગલીઓ તારી ફરી ઉપસે    
     રમકડાની ચાવી હજૂ ફરતી લાગે

     ઘરના ચારે ખાલી ખૂણા અહી રોજે
     તારી યાદમાં ખુદ મલકતાં લાગે

     કિલકિલાટ ભરે હવા ને સંગીત વાગે
     બચ્ચા તારી યાદ બહુ સુંવાળી લાગે 

     દફતર, ચોપડી,પેન ને લન્ચ બોક્ષ 
     અસબાબ ધણી વગરના થયા લાગે

     કાઠું કાઢી હવે તમે તો ઉડ્યા બચ્ચા
     માવતર આકાન્ક્ષાઓ માં સેહ બધી પૂરે

     શિખરો સર કરવાની તમારી નેમને
     હૈયું હરખથી બહુ આશીર્વાદ બક્ષે .

No comments:

Post a Comment