વચન
અનેક તારાઓની ભીડમાં અને
વ્યસ્તતા ના ઘેરા અંધારમાં
તું આવે તો તો લાગે મને એ
રૂપેરી પૂર્ણ પૂનમના ચાંદ જેવું
મારું તારી યાદમાં વહી જવું
સમયનું નદી જેમ સરી જવું
એ સમજવું આપણે,નસીબ એવું
ખરું એ કે ઝંખે કાયમ મન મારું
તારું શીતળતાથી મારી ઉપર
ઝળુંબી ને પ્રેમ થી કહેવું
"જરા રોકાઇને તું સાંભળે તો કહું,
પ્રિયે,ગમે તે થાય હું તારો જ છું ! "
No comments:
Post a Comment