Friday, 6 February 2015

Bhaine shubhashish

પા પા પગલીનો તારો ભણકાર
પગથી બનીને અમારા હૈયે કોરાયો
વિરલા જીવન એવું જીવ્યો
બધાનો લાડકો થયો માડીનો જાયો
પિતાની આશિષ પણ હરખાય
સ્નેહીઓના વહાલમાં નિરંતર વધારો
કુટુંબના સહુની શુભેચ્છાનો હક્કદાર
રહે તને રિદ્ધિ સિદ્ધિનો સથવારો
બહેન છું,પારકા ઘરનો વસવાટ
પણ ભઈલા ,
તને જોઇને પિયરનો મારે ઉછાળો ! ! !

No comments:

Post a Comment