Sunday, 8 February 2015

Aavu pan thay

શીર્ષક ::::આવું પણ થાય ::

નજર જરા રેશમી થઇ જાય
મુસ્કાન મખમલી થઇ જાય
ખયાલ તારો આવે ત્યાં તો
સુર્ખ રંગનો થઇ એક પરદો
શેરડો એક શણગાર થઇ જાય
ઉલેચીને ફરી ફરી દરિયો ભરું
એવા પ્રેમની ભરતી થઇ જાય
નમકીન કોઈ ખ્યાલની સાથે પણ
પેશગી પાકીઝા પ્યાર થઇ જાય
અલફાઝ સાથ આપે ન આપે 
ઝેહાનમાં જોડાયેલી હર વાતે
એકરારની અજમાયશ થઇ જાય

No comments:

Post a Comment