Wednesday, 11 February 2015

Valentile day special

        વેલેન્ટીન ડે સ્પેશિઅલ

ચોરી લીધેલી ક્ષણો ,જાણે મોમાં પતાસું પડી જાય
પ્રેમે નજર થી નજર મળે,પ્રેમનો પ્રસાદ બની જાય

પરણેલાં યુગલને પ્રેમ ,જાણેકે નિત્યક્રમ બની જાય
આશિકી અકબંધ રહે,તો આનંદ અતિક્રમી થઇ જાય

પ્રેમમાં પ્રિતમ દિમાગમાં,નવી હસલ મચાવી જાય
અનોખો અનુભવ આવેગનો,કોઈ ગઝલ થઇ જાય

પ્રેમે વહીએ એવા,કે કિનારા પણ ગાંડાતૂર થઇ જાય
મદમાતી પળોએ નશો જીવનનો ,ચકચૂર થઇ જાય

રોજે પ્રેમનો પુરાવો,વધુ પડતી એ આશા થઇ જાય
સાબિતી વિના અનુભવીએ એ પરાકાષ્ઠા થઇ જાય

No comments:

Post a Comment