હુન્નર
અક્ષરો ઉકેલે એમ તું ચહેરાના ભાવ વાંચે છે
સાબિતી પ્રેમની, એ હુન્નર મને રોજ આપે છે
કોરી કિતાબ જરૂર એક ભીની કલમ માંગે છે
જે ચાહત જતાવાના બધા ઇલમ જાણે છે
દિલ અવતાર વારંવાર અહી ને અહી માંગે છે
જો સનમ જેવો કોઈ સંગાથી મળી જાય છે
વર્તનની આકારણી બધા જ સંબંધને તાવે છે
હૃદય હરઘડી એક જ હમદમના હેત સેવે છે
કરમ ખુદ પોતે હથેળીમાં હસ્તરેખા દોરે છે
સહુની નિયતિને બખૂબી થઇ સુલેખા ઘડે છે
No comments:
Post a Comment