ઝંખના
કૂણેરા પાન કોળેલા ,કહે;
એક ઝાંકળ નું બિંદુ
અહી પણ શોભાવજો
મેઘધનુષી સ્વપ્ન ઉગે
માટે કોઈ સૂર્ય કિરણને
મને વેધતો રસ્તો બતાવજો
ભીની ભીની વ્યથાને
તેજથી તપવજો
સ્વપ્નું કોઈ સરે
એ પહેલા
નીંદ ના તોડાવશો
એક ઝબક જેવા જીવનમાં
પણ ઝલક પતાકાની ફરકાવજો
મને હું ઝંખું છું
એવું વિજયી સ્મિત પહેરાવજો ......
No comments:
Post a Comment