Sunday, 1 February 2015

Ghadpan

શીર્ષક :::: ઘડપણ ::::
કોઈ સપના નહિ કે નહિ કોઈ મંઝીલ
ચૂંચી થયેલી આંખોની નથી કોઈ જીદ.

કોરો તડકો ઓઢીને પડ્યો જીર્ણ જીવ
જીવનની ના થાય જરાય ઉંચી શગ 

છત પર તાકે છે આંખ નર્યા કોરા ચિત્ર
પડ્યા વિસરાયેલા સાવ પીળા પ્રેમપત્ર

કરચલિયાળા હાથે નથી રહી કોઈ પક્કડ
ને ધ્રૂજતા એવા પગ પડ્યા છે લગોલગ

શ્વાસ જાણે તેને દમ મારવાની પણ બીક
કાન સાંભળે એવું જેથી તો વધતી રે રીસ

ઉલ્લાસ બધો આખો આપીને પૂરો દાન
જીવતર પડ્યું બસ પૂરવાને કોઈનું દાણ

ખંડાય છે વયના ખાંડણે સૂકી ક્ષણે ક્ષણ
જન્મારા જેવી મોટી લાગે છે પળે પળ .

No comments:

Post a Comment