ભૂખ
સદા જવાન,સરળ ને સમય પાબંદ એવી
સાચું,ભૂખથી સીધું સાદું બીજું કોઈ નહિ !
તો ય કહીએ આપણે,ભૂખથી ભૂંડું કોઈ નહિ ! ..........
આવે તો કરતી ન્યૂનતમ એવી માંગણી
બે રોટીથી બસ,સંતુષ્ટ થઈને એ જતી
તો ય કહીએ આપણે, ભૂખથી ભૂંડું .........
ભૂખ તો સાવ કુદરતી કેમ વગોવાઇ ગઈ ?
જીભના ચટાકા કે બુરી લાલચો તડપાવાતી
તો ય કહીએ આપણે,ભૂખથી ભૂંડું .............
ભૂખ પોતે નથી ભૂખાળવી એ છે સંતોષી
જીભનો પમરાટ રહે,તો રહે બાકી તુષ્ટિ !
તો ય કહીએ આપણે,ભૂખથી ભૂંડું .......
No comments:
Post a Comment