Wednesday, 25 February 2015

Aaram

               આરામ
હું આરામ શોધું અને મારો આરામ મને
ટેવ ખાલી પરબીડિયા સાથે કેવી ફરે !

દોડે શરીર બધે ને એ સાવ ખાલી લાગે
માંહ્યલો માંહોમાંહ કાયમ મુંઝાતો લાગે !

અટવાતી ઈચ્છામાં જવાબદારી ઠેલો મારે
રોજ વધુ એક દોડવાનું બહાનું થઇ લાગે

સુકુન મળે એવા શુકનનો અણસારો ભાગે
હાંફતા દાયકાઓ કેવા પાછળ રહી ભાગે

છ ફૂટ વિરામનો ટુકડો હોંશથી રાહ જુએ
થઈને મા ઘડપણે હુંફાળો ખોળો કરી આપે ! ...

No comments:

Post a Comment