Saturday, 21 February 2015

Karani

                 કરણી
રમત તારી રીત અહી જગતમાં એવી પ્રખ્યાત છે
કોઈ સંતાડે કોઈ શોધે પણ ખરો કર્તા અજ્ઞાત છે

કુણી રેશમ નજર કે પછી આકરી થઈ એ વેધે છે
વેધતા નરી બરડ બની એ ક્યાં કટકો થઇ તૂટે છે ?

શહદ પણ કદીક કોઈને ગળતા કડવું થઈ નડે છે
નીમ શું જાણે કે એ ઉપચાર રહી સહુને પરવડે છે !

રંગ ચડેલા મલમલ કિનખાબ પણ ફિક્કા થાય છે
માંહ્યલો કરે નામંજૂર એ કર્મો પણ વ્યથા થાય છે !

No comments:

Post a Comment