Monday, 2 February 2015

Halvash

                હળવાશ
સુંવાળી આંગળીઓનો સહેજ વિચાર કરજો
ઉપાડે એ ભારે દફતર રોજે તમે સંભાળજો

કુણા મન પર લાદ્જો ને જરા બોજો ઓછો
હાથ તો ઠીક મગજને ય ચડી જાય સોજો

મન માંગે નદી,કોતરો ,ખેતરો અને ડુંગરો
પણ ચોપડિયા રસ્તા આડે ફેલાયા છે કોસો

આવળ બાવળ ન વાગે કે બોરડીનો કાંટો
પણ ક્યારેક ચૂભે જરૂર ઘડિયાળનો કાંટો

મોજીલા મનને વિકાસનો વિસ્તાર આપો
કેમ સહુ એમને હરીફાઈની તાણ આપો ?

બોજો,તાણ ને ઉપાધિની વારસાઈ ને ટાળો
જીંદગી જીવવા શ્વાસ સહુ ખુલ્લા આપો

નાના બાળને મશીન થવાનો શ્રાપ ન આપો
ઉચ્છવાસ સાથે ય હળવાશ રહે ખ્યાલ રાખો.

No comments:

Post a Comment