Wednesday, 4 February 2015

OLakhaaN

              ઓળખાણ

ઇન્તઝારમાં હર એક અવાજ પગરવ બને છે
સંભાવનાની તલવાર વિંઝાયા વિના કાપે છે.

ભીના મનોરથના ઝાકળે મૃદુ સવાર ઉગે છે
સૂરજ થઈને તું મૂંઝાતા ધૂમ્મસ ઓગાળે છે

તારા આગમનથી અડચણોનો હ્રાસ થાય છે
શ્વાસ કોઈ પોતીકો હોવાનો અહસાસ થાય છે

જીવનમાં સાથ અંતરંગ કોઈ સમાસ લાગે છે
ને મારા અંતર સાથે બહુ જૂનો પ્રાસ લાગે છે

અવતરણમાં કોઈ શબ્દ નહિ એ હાશ લાગે છે
દિલના ઓરડા બધા ખૂલે એવી ચાવી લાગે છે.

No comments:

Post a Comment