વીરડો
ગુંચાતી કેડીઓ પણ જરૂર રંગોળી લાગે,
અહી દ્રષ્ટિને બદલો તો કેવો ફરક લાગે ?
સળગતા સવાલે મન સાવજ બની ગરજે,
એ જ તારી હાજરીથી મયૂર થઈને ગહેકે .
પ્રશ્નો તો ખાઈ જેવા જીવન જોખમ લાગે,
પણ સનમના સ્મિતથી એ સુંવાળું લાગે .
ઝીંદગી મનમૌજી થઇ હર ઘડી રૂપ બદલે,
સનમ તારા સિવાય સઘળું પરાયું લાગે .
સહરાની રેત અહી ગરમ ચોગમ બધે ઉડે
પણ પનાહ તારી પલકોની પંપાળ લાગે ......
No comments:
Post a Comment