Wednesday, 18 February 2015

Valentine day par navi rit

     વેલેનટાઈન સ્પેશીયલ
નવી રૂઢીની ચાલ ,રસમ અપનાવીએ
પ્રેમમાં ય કોઈ દિવસને ખાસ માનીએ

રોજ સહજ કહેવાતા, 'લવ યુ 'ને હવે
ચાલ ને સોનાનો ઢોળ ચડાવી દઈએ

જોઈ તને જે હોઠથી સ્મિત રેલાઈ ઉઠે
ત્યાં બે ફોરમને પણ મઘમઘાવી દઈએ

નિર્બંધ નદી જેવા સતત વહેતો પ્રેમને
ચલ,ભરપૂર ભીંજાઈને માણી જ લઈએ

પ્રેમના સંતને યાદ કરીને હવે આપણે
સાક્ષાત શુદ્ધ પ્રેમ,રાધેને વંદન કરીએ .....

No comments:

Post a Comment