Thursday, 5 February 2015

Nibhado

             નિભાડો

જિંદગીના નિભાડામાં આકરી તપત છે,
અબોલ સહેવું પડે એ આકરો વખત છે.

સંવેદના જલે આગમાં સંજોગ ઇંધણ છે,
ચોગમ પીડા વચ્ચે માંહ્યલો હેમખેમ છે .

સોનીને ય સો ટચના સોનાની ખપત છે,
પરમને પણ હવે કોઈ એવી જ મમત છે.

કસોટીઓ ઝેલવી માનવીની ફિતરત છે,
શેકીને વહાલથી ફૂંકવું ઇશુની કરામત છે.

No comments:

Post a Comment