Wednesday, 18 February 2015

Apeksha

         અપેક્ષા
કૂણી કૂણી અપેક્ષાથી મજબૂત જીવન
મીંઢી ધરતી ફોડી જેમ ઉગતી કૂંપળ

પ્રેમથી નીતરે હર મુકામે તારું વર્તન
ધીમી ધારે ધરાને જેમ ભીંજવે ઝરમર

અલબેલી તારી અદા નિખારે હરપળ
રીઝવે જેમ કોઈ મોર ઢેલને કરી નર્તન

ક્ષણ ક્ષણની સોગાદથી ભર્યું ભર્યું જીવન
બાગે જેમ હર ફૂલ મહેકાવે નવી સોડમ

તું આપે સતત કઈ એ સૂચવે તારો પ્રેમ
ને ઝંખીએ આપણે કશુક એ જીવનનો પ્રેમ !

No comments:

Post a Comment