Wednesday, 18 February 2015

Ashayta

            અસહાયતા
નરી સંવેદના છે મારામાં ઠોસ કશું નથી
તો યે રણમાં આ ઝરણું સુકાતું કેમ નથી ?

ઝાંઝવાની દોસ્તીએ ઉછરે છે લીલી વેલ
ના પૂછશો કે કળી કેમ કોઈ મહોરી નથી !

આંબીને ય આંબ્યા અમે તો ખાલી આકાશને
પાંખોનું જોર એથી વધુ અહી ચાલતું નથી !

ટહૂકા બે ચારથી સરગમ નવી ગૂંજતી રહેને
ડૂમો અટકે સ્વરમાં ગીત કોઈ ગવાતું નથી !

ભૂ-લીન સરસ્વતી જેવી આંસુની નદી તરીએ
ને અમે કહીએ ભીના ઓવારે પહોંચાતું નથી !......

No comments:

Post a Comment