મિત્રતા
છે કેટલાં બધાં મિત્રો મારે તો બધી ઉંમરના
તો ય લાગે છે અડવું મને તો હમણાં હમણાં
અમે સતત વોટ્સ એપ સંદેશા મોકલવાના
તાલી પાડવાના 'ને અંગૂઠો પણ મોકલવાના
એફબી ઈન્સ્ટા ઉપર પણ ધૂમ તો મચાવવાના
જોડે આખો દિવસ અમને સોશિયલ મીડિયા
તો ય ઘેરે છે હળવી ઉદાસી ક'દિક હતાશા
દૂર દૂર લાગતાં સહુ, સંદેશ મોકલ્યા છતાં
મળે એકવાર હાથ મેળવી હસતાં હસતાં
મિત્ર,બદલાઈ જાય મિજાજ 'ને થાય જલસા
દોસ્તની હાજરી આપે ઉત્સાહી જોશ જીવનમાં
મિત્રો સાથે ગોઠડી તો જાણે હર દર્દની દવા.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment