તય કરવા દે
ક્યાંથી તોડવું છે ક્યાં જોડવું, એ તય કરવા દે,
શું ખપશે આ નામ સાથે, એ તય કરવા દે.
હોમાઈ જાય શખ્સિયત ટેરવાં ઘસી ઘસીને
એવી જાળમાંથી મને, આબાદ છૂટવા દે
સંજોગો તો લોહીમાં ગરમી શમાવી દે અંતે
ખુદને થઈ તણખો ચિનગારી હવે ચાંપવા દે
સમજ મોટી થઈ ગઈ છે આજે ઉંમરને બદલે
હવે પળિયાંમાં બાળપણને ઉગવા દે
ભીની લાગણી ગુલદસ્તો બની ગઈ છે
જીવનની ફૂલવાડીમાં કાયમી ગોઠવવા દે
તરસ છિપાવવી એ,દરિયાની શું મગદૂર છે?
મીઠું ઝરણ હોવાનો હવે મને ગર્વ કરવા દે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment